Gujarat Times

“છબી કોઇ ખેચો તરત આ ક્ષણે, આ એકાદ વરસે, હસાયું હશે.” ય સુધી અરૂપ અને ઇતિ આ ભાવ સમાધિમાં લીન થઇ રહ્ય અને હજુ આ સમાધિ ન જાણે ક્યા સુધી ચાલત. વૈશાલી પરમ, પરિનિને પરાણે નીચે લઇ તો ગઇ હતી. પરંતુ પરિનિ ઇતિ વિના દૂધ પીવે તેમ નહોતી. તે જીદે ચડી હતી. વૈશાલીનું ધ્યન જરા હટતા જ તે દોડીને ઉપર આવી પહોંચી. અને લાડથી ચહેકી ઉઠી. ‘આંટી, હું તમારી પાસે જ દૂધ પીસ હોં...’ અરૂપ સફાળો ઉભો થઇ ગયો. ઇતિને મૌન બેસી રહી. અરૂપ આંખો લૂછતો નીચે ગયો. પરિનિએ ઇતિને ઝકઝોરતા કહ્યુ ‘આંટી, તમે મને દૂધ પીવડાવશોને?’ ત્યા વૈશાલી ઉપર આવી પહોંચી. પરિનિને ખીજાઇને કહે, ‘આંટીની ચમચી.. તું આંટીને બહુ હેરાન કરે છે ને?’ ‘ના, હું હેરાન નથી કરતી.’ પરિનિએ જોરદાર વિરોધ નોંધાવ્ય. ‘ના, ના, મમ્મ પરિનિ હેરાન કરે છે હો. જો હું તો આંટીને કેવું વહાલ કરું છું.’ કહી પરમે ઇતિને વહાલથી ગાલે એક પપ્પ કરી. ઇતિએ કશું બોલ્ય સિવાય પરમ, પરિનિને પોતાની તરફ ખેચ્ય. ‘ઇતિ, છોકરાઓ હેરાન કરે તો જરા ખીજાજે હો. આમ પણ આ પરિનિ બહુ માથે ચડાવવા જેવી નથી. તને જરા વાર જંપવા નહીં દે. લાવ, એ બારકસને હું નીચે લઇ જાઉં..’ કહેતાં વૈશાલીએ પરિનિને લેવા હાથ લંબાવ્ય. પણ ઇતિએ પરિનિને પોતાની પાસે ખેચી રાખી અને માથંુ હલાવી ના પાડી. હજુ શબ્દ સાથ નહોતા આપતા. ‘મોઢામાં મગ ભર્યા છે? બોલીને કહે તો કંઇક ખબર પડે. આ તારા ડોકા ધુણાવવાનું બંધ કર.’ વૈશાલીએ હસતાં હસતાં કહ્યુ અને નીચે જતાં જતાં ઉમેર્ુ, ‘તમે લોકો જલદી નીચે આવો. અમે બધા નાસ્તની રાહ જોઇને બેઠા છીએ અને પેલો તારો વર તારા વિના પાણી પણ પીવે તેમ નથી. આજે તો અંકુર અને તારાબેન સાથે કિચનમાં ઘૂસ્ય છે. તેથી તારા કિચનની ખેર નથી. જોઇએ આજે તે શું ખીચડી પકાવે છે? કંઇક પરાક્રમ કરીને બધું વેરણછેરણ કરી નાખ્યુ હશે. ચાલ, હું નીચે જઇને જરા જોઉં. ત્યા તું આ બારકસોને લઇને નીચે આવ.’ વૈશાલી પગથિયા ઉતરતાં હસીને ટકોર કરી રહી, ‘અને જરા યાદ રાખજે. અમે તારે ઘેર આવ્ય છીએ. મહેમાન અમે છીએ તું નહીં હો. અમે નીચે તારી રાહ જોઇએ છીએ અને પરમ, પરિનિ હવે નો તોફાન. ઓકે?’ વૈશાલી હસતી હસતી નીચે ઉતરી ગઇ. થોડીવારે ઇતિ નીચે ઉતરી ત્યરે અરૂપ તેની સામે જોઇ જ રહ્ય. ઇતિએ પરિનિને તેડી હતી અને પરમ ઇતિનો હાથ પકડી ધીમેધીમે દાદર ઉતરતો હતો. અરૂપ એકીટશે ઇતિ સામે જોઇ રહ્ય. જાણે ઇતિને પહેલીવાર જોતો હતો. ઇતિનું આ સ્રૂપ તો પોતે ક્યરેય જોવા નથી પામ્ય. બે બાળકો સાથે ઇતિ કેવી લાગતી હતી? નવમાતૃત્ પામેલી સત્ર પોતાના નવજાત શિશુને તેડીને પહેલીવાર બહાર નીકળતી હોય ત્યરે જે સંતોષ, પરમ સુખ અને એક ગૌરવની રેખા તેના ચહેરા પર અંકાયેલી હોય તેવો ભાવ અત્યરે ઇતિના સઘળાયે અસ્તત્માંથી છલકતો હતો. ઇતિ આખી ઝળહળા.. અરૂપ એકીટશે ઇતિને જોઇ રહ્ય. ‘આ ઇતિને તો તેણે કદી જોઇ જ નથી.’ ઇતિનું આ સ્રૂપ તેના અંતરમાં એક ઉજાસ પ્રગટાવી રહ્યુ. પરમ, પરિનિએ નાસ્ત પણ ઇતિને હાથે જ કરયો. બંનેમાંથી કોઇ એકબીજાને છોડવા ક્યા તૈયાર હતા? ‘અરૂપભાઇ, આ તમારી ઇતિ માથું હલાવે કે ડોકા ધુણાવે તે તમને સમજાતું હશે પણ અમને નથી સમજાતું હો.’ વૈશાલીએ હસીને કહ્યુ. પણ ઇતિનું ધ્યન વૈશાલીની કે કોઇની વાતોમાં ક્યા હતું? તેની દુનિયામાં તો આ ક્ષણે પરમ, પરિનિ સિવાય કોઇનું અસ્તત્ જ નહોતું. પરમ, પરિનિ ઇતિને વીંટળાતા રહ્ય. તેમના ટહુકા આખા ઘરમાં તો પડઘાતા જ હતા. પરંતુ ઇતિના દિલમાં પણ એ પડઘાઇ શક્ય એનો આનંદ અરૂપને હૈયે છલકતો હતો. પૂરા બે મહિના બાદ ઇતિ હસી હતી. ઇશ્વર એનું હાસ્ સલામત રાખજે. અરૂપથી અનાયાસે પ્રાર્ના થઇ ગઇ. આખો દિવસ બધા શોપીંગમાં રખડતા રહ્ય. પરમ, પરિનિના કપડાં લેવાતાં હતાં. તે બંને ઇતિને બતાવીને જ લેતા હતા. ઇતિ પૂરું સમજ્ય વિના માથંુ હલાવતી રહી. આજે દિવસ ક્ષણ બનીને પસાર થઇ ગયો. તે રાત્ર પરમ, પરિનિ વચ્ચ કોઇ ઝગડો ચાલી રહ્ય હતો. ‘એય પરિ, ચાલ, તું મમ્મ પાસે હો. આજે આંટી પાસે સૂવાનો મારો વારો છે. કાલે તું સૂતી હતી.’ ‘ના હો, આંટી મારા છે હું જ એની સાથે સૂઇશ.’ ઇતિની પાછળ સંતાતી પરિનિએ જવાબ આપ્ય. ‘એવી દાદાગીરી નહીં ચાલે. આંટી, પરિનિને કહી દો ને. પ્લઝ. આજે મારો વારો છે ને?’ ‘આંટી, તમે કેમ કંઈ બોલતા જ નથી?’ ‘આંટી, તમે કોના છો? પહેલા મારા ને?’ પરિનિએ અઘરો સવાલ પૂછ્ય. ઇતિ શું જવાબ આપે? બંને ભાઇ બહેન ક્યરના તેની પાસે સૂવા માટે દલીલો કરી રહ્ય હતા. ઇતિ કશો જવાબ આપ્ય સિવાય બંનેને વહાલ કરી રહી. ત્યા અઘરા પ્રશ્નનો જવાબ આ બધી ચર્ચા સાંભળી રહેલ અરૂપે જ આપ્ય. ‘ઓકે બેટા, આંટી તમારા બંનેના. આજે તમે બંને આંટી સાથે સૂજો બસ? હું બહાર બીજા રૂમમાં સૂઇશ. આંટીની એક તરફ પરમ અને બીજી તરફ પરિનિ અને વચ્ચ આંટી. બરાબર? ઇતિ, ઇટ્ ઓકે?’ હવે પરમ, પરિનિ ઇતિને કેમ છોડે? વાઉ.. ‘અને બંને કૂદકો મારી ઇતિના પલંગ પર ચડી ગયા..’ ‘આંટી સ્ટરી.. આંટી સ્ટરી કરતી પરિનિ ઇતિને ગળે ઝૂલી રહી.’ ‘આંટી, આજે ઉંદર સાત પંૂછડીવાળાની સ્ટરી હો.’ ‘ના, આંટી, એ સ્ટરી તો ઘણીવાર સાંભળી છે.’ ‘પરમે પોતાનો જોરદાર વિરોધ નોંધાવ્ય.’ આંટી, તમને પેલી જાદુઇ શેતરંજીની સ્ટરી આવડે છે? શેતરંજી ઉપર બેસીને આકાશમાં ઉંચે ઉડાય અને જ્યા જવું હોય ત્યા જવાય. ‘જ્યા જવું હોય ત્યા જઇ શકાય? ઇતિના મનમાં પ્રશ્ન ઉઠ્ય કે શું? તેને ક્યા જવું છે? આવો કોઇ પ્રશ્ન તેના મનમાં ઉગતો હતો કે શું? જોકે ઉગતો હોય તો પણ તેનો જવાબ વિચારી શકે એટલી સ્સ્ માનસિકતા હજુ ક્યા આવી હતી?’ આંટી ક્યાક એ વાર્તા જ ચાલુ ન કરી દે એ ડરે પરિનિ બોલી ઉઠી. ‘ના, આંટી, પરમને તો રોજ એ જ વાર્તા ગમે છે. મારે એ નથી સાંભળવી.’ ‘ચાલ, આંટીને જે ગમતી હશે ને એ જ સ્ટરી કરશે. આંટી, તમને કઇ ગમે છે?’ પરમે જવાબ પોતાની તરફેણમાં જ આવશે એવી આશાભરી નજરે પૂછ્યુ. અને પરિનિને તો જાણે વિશ્વાસ જ હતો કે આંટી તો પરિનિને ગમે તે જ કરશે. હજુ ઇતિ કોઇ ફેસલો સંભળાવે તે પહેલા પરમને જાણે ખ્યલ આવી ગયો હતો કે અહીં કદાચ પોતાની દાળ નહીં ગળે. હમણાં બધાની જેમ આંટી પણ કહી દેશે, ‘પરિનિ નાની છે ને? એટલે...’ અને એમ હાર માની શરણાગતિ સ્વકારવી એના કરતાં તેણે બીજો ઉપાય કાઢ્ય. ‘આંટી, તમારી પાસે કેરમ છે? ચાલોને આપણે કેરમ રમીએ.’ ઇતિના ઘરમાં કેરમ કે કેરમથી રમવાવાળુ કશું ક્યા હતું? ઇતિ મૌન બની રહી. ત્યા તો પરિનિ દોડતી આવી. તેના હાથમાં મમ્મ પાસેથી લાવેલ પત્ત હતા. ‘આંટી, ચાલો આપણે પત્ત રમીએ. ઢગલાબાજી.’ ‘ના, આંટી, મોટો ટાવર બનાવીએ. મારી પાસે ટાવર બનાવવાના બ્લક્ છે. હું લઇ આવું.’ કહેતો પરમ દોડી ગયો અને રંગબેરંગી બ્લક્ લઇને આવીને ત્યા ઢગલો કરયો. ઇતિ પરિનિએ કરેલ પત્તના ઢગલા અને પરમે કરેલ બ્લક્ના ઢગલા સામે જોઇ રહી. ‘એક કામ કરીએ. પહેલા પરિનિની ઢગલાબાજીની એક ગેઇમ રમી લઇએ અને પછી ટાવર બનાવીએ. બરાબર?’ આખરે પરમે વચ્ચનો રસ્ત કાઢ્ય. પરિનિએ હવે માની જવામાં જ સલામતી જોઇ. ઓકે, આંટી. ‘પરમ, પરિનિની નોકઝોકમાં ગૂંથાતી ઇતિ બંને સાથે ઢગલાબાજી રમી રહી. વચ્ચ બંને ભાઇ બહેનના મીઠાં ઝગડા ચાલુ જ રહ્ય. ઇતિ પણ નાની બાળકી જ બની ગઇ હતી. બંને સાથે ઝગડા કરવાની કેવી મજા આવતી હતી. તે જાણી જોઇને અંચઇ કરતી અને પરમ તેને પકડી પાડતો. ત્ણેના ખડખડાટ હાસ્થી દીવાલો જાણે ટહુકી ઊઠી. આ મસમોટા બંગલાની દીવાલોને પણ આવો મીઠો કલરવ પહેલા ક્યા સાંભળવા મળ્ય હતો?’ ઢગલાબાજીની રમત પૂરી થતાં ત્ણે ટાવર બનાવવા બેઠા. ત્યા અંકુર, વૈશાલી અને અરૂપ આવ્ય. ‘વૈશાલી કહે, અરે, હજુ સૂતા નથી? કે આંટીને પણ સૂવા દેતા નથી અને હેરાન કરો છો ?’ ‘ના, મમ્મ આંટીએ જ રમવાનું કહ્યુ છે. હે ને પરમ?’ પરિનિએ ચાંપલી થતા નિર્દષતાથી સફાઇ પેશ કરી અને પાછો ભાઇનો સપોર્ માગ્ય. ઇતિ તો હસતા હસતા ટાવર બનાવવામાં મશગૂલ હતી. ત્યા અરૂપે નાના છોકરાની જેમ જીદ કરતા કહ્યુ, ‘અમને રમાડતા. રમત બગાડતા. અમારે પણ રમવું છે. અમને રમાડશો?’ પરમ, પરિનિ તો ખુશ થઇ તાળી પાડવા લાગ્ય. અંકલ પણ રમશે હવે તો પોતાને કોઇ ના પાડી શકશે નહીં. ‘અંકલ ચાલો..’ અને અરૂપ તેમની સાથે નીચે બેસી ગયો. બ્લક્ના બે ભાગ પડ્ય અને એક તરફ અરૂપ અને પરમ અને બીજી તરફ આંટી અને તેની ચમચી પરિનિ. કોનો ટાવર વધારે મોટો અને પહેલા બને છે? વૈશાલી અને અંકુરને તો શું કરવું તે સમજાયું નહીં. બંને નીચે આઇસ્ક્રમ લેવા ચાલ્ય ગયા. બંનેના ટાવર લગભગ સાથે જ બન્ય. પરંતુ ‘હું ફર્્..’ નો નારો બંને બાળકોએ જરૂર લગાવ્ય. અરૂપ, ઇતિ તાળી પાડી રહ્ય. ઘરમાં જાણે જીવંત ટહુકા ફૂટી નીકળ્ય. સમયને તો હવે પાંખો ફૂટી. ઘર આખું ઝળહળ ઝળહળ... ત્યા વૈશાલી અને અંકુર આઇસ્ક્રમ અને પાન લઇને આવ્ય. ‘આઇસ્ક્રમ કોને ખાવો છે?’ બ્લકસ બધા એક તરફ રહી ગયા અને બધા આઇસ્ક્રમમાં મગ્. પાન ચાવતા ચાવતા પરિનિએ જીભડો કાઢ્ય. ‘આંટી, જુઓ, મારી જીભ લાલ થઇ છે ને?’ ‘તે પાન ખાઇએ એટલે જીભ તો લાલ થાય જ ને? એમાં કંઇ તે નવાઇ નથી કરી. સમજી? બધાની થાય.’ પરમે જાણે જીવનનું સત્ ઉચ્ચારુ. ‘ભલે જા. હું તો આંટીને પૂછું છું.’ ઇતિએ પણ પોતાની લાલ લાલ જીભ બહાર કાઢી. અને ઘરની દીવાલો કદી ન જોયેલું આ અદ્્ભુત દ્રશ્ જોઇ હસી ઉઠી. મોડી રાત્ર પરમ, પરિનિ વચ્ચ ઇતિ સૂતી ત્યરે તેના ચહેરા પર અદ્્ભુત શાંતિ, સંતોષની સુરખી છવાઇ હતી. સવારે એ જ કલબલાટ, કલરવ લઇ બાળકો ઉઠ્ય. ખાસ્સ મસ્ત તોફાન ઇતિ, પરમ અને પરિનિ ત્ણે બાળકો વચ્ચ ચાલ્ય. ત્યા વૈશાલી આવી. આજે તો તેમને જવાનું હતું. ‘ચાલો બેટા, હવે જલદી કરો. કાલથી સ્કલ છે ને? આજે તો આપણે ઘેર જવાનું છે.’ છોકરાઓને ક્યા જવું હતું? તેમણે મોઢું બગાડ્યુ. (શીર્ક પંક્ત : હરદ્વર ગોસ્વમી) (ક્રમશઃ) (લેખિકા અમેરિકા સ્થિ સાહિત્કાર છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com ક્યા પ્રકરણ ઃ ૩૨ નીલમ દોશી નવલકથા ઉઘડતું સત્ય પાના નં S12 નું અનુસંધાન... સુખ ઉપર સેમિનારોમાં કલાકો વ્યખાન આપનાર પણ ઘણી વખત સુખ નથી મેળવી શકતા. આવું કેમ? અહીં ‘વૈદ્યના ખાટલે જ હોય.’ એ કહેવતનું સ્રણ થઈ આવે છે. જેના વર્નમાં દરેક પળે સંતોષ અને શાંતિ હશે એની પાસે સુખ શોધવાની ગુરૂ ચાવી છે એમ સમજવું રહ્યુ. આવી ગુરૂ ચાવી વ્યખતાને જ જો હાથવગી ન હોય તો એ સુખ ક્યાથી પામી શકવાનો? વૈભવ કે પૈસાથી આવતું સુખ ભૌતિક સ્થતિ માત્ છે. એ એશો આરામની સ્થતિની અવસ્થ છે, સુખ નથી. જો એ સાચું સુખ હોત તો બધા પૈસાવાળા સુખી હોત અને બધા ગરીબ દુ:ખી. સુખને સ્થિપ્રજ્ઞતાની અવસ્થ સાથે કદાચ સીધો સંબંધ છે. વ્યક્ની સ્થિપ્રજ્ઞતા વ્યક્ને સુખના રસ્ત દોરી જાય છે. એ પણ ખરું કે પ્રકૃતિ સાથે આપણુ તાદાત્મ જેટલું વધુ એટલા આપણે વધુ સુખી. જાપાનમાં આવેલ ઓકિનાવા ટાપુને દુનિયાનો સૌથી વધુ સ્સ્, સુખી ટાપુ માનવામાં આવે છે. અહીંના લોકો પ્રકૃતિ સાથે પૂર્ તાદાત્મ ભાવથી રહે છે. ભૂતાન સુખના ઈન્ડક્ષમાં માનનારો દેશ છે. અહીં ‘હેપીનેસ ઈન્ડક્ષ’ને સૌથી વધુ મહત્ આપવામાં આવે છે. સુખી થવાની ચાવી હકીકતમાં આપણી પાસે જ છે, પણ તાળું અને ચાવી બંને કાટ ખાતા પડી રહ્ય છે. તાળાને આપણે સાચી રીતે ખોલવાનો પ્રયત્ નથી કરતા અને કરીએ છીએ તો મોટાભાગે ચાવીને આપણે અવળીબાજુ ઘૂમાવીએ છીએ. ખેર! આપણી અંદર રહેલ સુખરૂપી કસ્તરી શોધતા આપણે શીખી જવું પડશે. આપણે આપણી આંતર ચેતના જાગૃત કરવી પડશે. જો આમ થશે તો સુખ શોધવા નહીં જવું પડે. એ દોડીને સામે આવશે અને હા, એ દોડીને સામે આવે ત્યરે આપણે એને આવકારવાનું ચૂકવાનું નથી. (લેખક ગુજરાત સરકારના સનદી અધિકારી અને સાહિત્ સર્ક છે) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com ફેબ્રઆરી 6, 2026 (January 31 - February 6, 2026) S21

RkJQdWJsaXNoZXIy NjI0NDE=