Gujarat Times

હાસ્ય - ક્રોસવર્ ડિસેમ્બર 5, 2025 (November 29 - December 5, 2025) S17 ળપણથી કોયલનાં ગુણગાન વાંચતા- સાંભળતા આવેલા ગુજરાતી વાચકોને મથાળું વાંચીને આઘાત લાગી શકે અથવા આ લખનારની માનસિક સ્સ્તા વિશે શંકા જાગે. પણ એટલી ખાતરી રાખજો કે આઘાત (કદાચ) પહેલી વાર સચ્ચઈ વાંચ્યનો હશે અને લેખ પૂરો થતાં સુધીમાં બીજા મુદ્દ વિશે પણ કશી શંકા નહીં રહે. ‘કોયલડી ને કાગ, વાને વરતારો નહીં/ જીભલડીમાં જવાબ, સાચું સોરઠિયો ભણે’ આવો બોધયુક્ દુહો એક સમયે જાણીતો હતો. તેનો સાર સ્ષ્ છેઃ કાગડો ને કોયલ રંગે તો સરખાં, પણ બોલે ત્યરે કાગડાના પૈસા પડી જાય (ને કોયલના ન પડે). કદાચ આ જ પ્રકારની સમજ સાથે, એક સમયે સુમધુર કંઠ ધરાવતાં લતા મંગેશકરને કોયલની ઉપમા અપાતી હતી અને ગાયિકાઓ માટે ‘કોકિલકંઠી’ જેવું વિશેષણ વપરાતું હતું. ‘કૂહુ કૂહુ’ બોલતી કોયલિયાનું ગીત સંગીતમય સ્રૂપ અત્યત કર્પ્રિય લાગતું હતું. સ્કલના ક્લસમાં બહુ વાતો કરતી છોકરીઓને હંમેશા ‘કાબર’ની ઉપમા મળતી કદી કોયલની નહીં. કિશોરાવસ્થની મુગ્તામાં વાંચેલા ચિંતકોએ પણ વસંતમાં કોયલના ટહુકાનું મારકેટિંગ કરવામાં કશું બાકી રાખ્યુ ન હતું. અત્યર લગી થયેલો કોયલ-મહિમા ખોટો નથી, પણ તે ચિત્રની એક બાજુ છે. તેની ભાગ્ય જ ઉલ્લખાયેલી બીજી બાજુ એક જૂના ગીતના મુખડામાં વ્ક્ થઈ છેઃ ‘કાહે કોયલ શોર મચાયે રે.’ અલબત્ત, ગીતમાં નાયિકાને તત્તતઃ કોયલના અવાજ સામે વાંધો નથી. પણ ‘મોહે અપના કોઈ યાદ આયે રે’ એ કારણથી તેને મીઠા અવાજે ગાતી કોયલ શોર મચાવતી લાગે છે એટલે, તેમાં કોયલના કંઠની મીઠાશનાં વખાણ જ છે. પરંતુ કોયલ વિશેની સઘળી અહોભાવયુક્ માહિતી બાજુ પર રાખતાં જણાશે કે કોયલની કૂહુ ભલે મીઠી હોય, પણ તેનું સળંગ-ઉપરાછાપરી પુનરાવર્ન ત્રાસરૂપ બની જાય છે. ઉનાળાની ઋતુમાં ઘણી કોયલો ઓફિસે જઈને અંગુઠો પાડવાનો હોય એટલી નિયમિતતાથી સવારના પહોરમાં ઘરની બાજુના કોઈ વૃક્ષ પર આવી જાય છે. જેમની સવાર માણસોના સમયે એટલે કે આઠેક વાગ્ય પડતી હોય, એવા લોકોની આંખોમાં હજુ તો ઊંઘના અવશેષ વેરાયેલા હોય, ત્યા કોયલ શરૂ પડી જાય છેઃ કૂહુ...કૂહુ... કૂહુ... પહેલાં બે-ત્રણ વાર તેમાં ટહુકાનો અહેસાસ થાય છે, પણ પછી આવર્ન ચાલુ રને ચાલુ હે છે. ચાર-છ વાર એક જ સૂરમાં કૂહુ... કૂહુ... કર્યા પછી તેનો સૂર ઊંચો જાય છે. આમ, એક વારમાં તે પંદર-વીસ વાર, એકશ્વસે, કૂહુ...કૂહુ... મચાવે છે. બે-પાંચ ટહુકા સુધી તેનો અવાજ લતા મંગેશકરના પચાસના દાયકાના અવાજ જેવો લાગે છે, પણ પછી તે સાંભળીને એંસી-નેવુના દાયકામાં અને તે પણ ઊંચા સૂરમાં ગાતા લતા મંગેશકરના અવાજની યાદ તાજી થાય છે અને કહેવાનું મન થાય છે,‘બહેન, જરા ધીમેથી ચીસો પાડ.’ બે-ત્રણ સૂરમાં પંદર-વીસ વાર કૂહુ... કૂહુ..નો એક રાઉન્ પૂરો થાય અને સાંભળનારના કાનને સહેજ હાશકારો થાય, ત્યા તો ફરી એ જ ક્રમ શરૂ થઈ જાય છે. આવું ઘણી વાર અડધો કલાક-કલાક સુધી ચાલી શકે છે. પછી થોડો પોરો ખાઈને વળી તે મંડી પડે છે. ક્યરેક તો કોયલની એવી ચીસાચીસ બે-ચાર કલાક સુધી ચાલે છે. તે સાંભળીને કાન પાકી જાય છે, પણ કોયલની જાહેર ઇમેજ અને લોકલાજને કારણે ‘કોયલ બહુ કકળાટ કરે છે’ એવી ફરિયાદ કરતાં લોકો ખચકાય છે. તેમને બીક લાગે છે કે ક્યાક કોયલના કકળાટ સામે આંગળી ચીંધવા જતાં, ફરિયાદી સાથે આરોપી જેવો વ્વહાર કરવાની વર્માન પદ્ધતિ પ્રમાણે, પોતાને ખુલાસા આપવા ન પડે. ઘણા લોકો સુખી હોય છે. તેમને ગમે તેટલા ઘોંઘાટથી બહુ ફરક પડતો નથી. ડીજેના સ્પકરની પાસે ઊભા રહીને નાચી શકતા કે નાચ્ય વગર પણ તેનો કાનફાડુ ઘોંઘાટ માણી શકતા લોકોને કોયલ સામે કશો વાંધો ન હોય તે સમજી શકાય છે. પરંતુ કેટલાંક લોકોને ઘોંઘાટની એલરજી હોય છે. ભારતમાં ધૂળની એલરજી હોવી ને ઘોંઘાટની એલરજી હોવી, એ બંને સરખી ગંભીર સમસ્યઓ છે. કારણ કે, આ બંને બાબતોથી ભારતમાં કદી છૂટકારો મળવાનો નથી. છતાં, કોયલ મંડી ને મંડી રહે અને કેમે કરીને બંધ ન થતી હોય, ત્યરે તેના ઘોંઘાટથી ત્રાસેલા લોકોના મનમાં અનેક નકારાત્ક વિચારો આવે છે. મનમાં થાય છે કે રાત પડ્ય કૂતરાં ભસતાં હોય તેમની તરફ પથ્ર ફેકીને તેમને અહિંસક રીતે ભગાડી શકાય છે, પણ ધોળે દહાડે ભસવા જેટલી જ કર્શતાથી ચીસાચીસ કોયલનું શું કરવું? પહેલાં તો કઈ દિશામાંથી કોયલનો અવાજ આવે છે તે નક્ક કરવું પડે. પહેલાંનો સમય હોત તો, શબ્વેધ બાણ ચલાવીને કોયલને નુકસાન પહોંચાડ્ય વિના, તેને ઉડાડી શકે એવા કોઈ જણની તલાશ કરી શકાત. એ વિકલ્ હાથવગો ન હોવાથી, કૂતરાંની જેમ કોયલની દિશામાં પથ્ર ફેકવાનો વિચાર આવે છે. પણ તે વ્વહારુ રીતે શક્ હોતો નથી. શહેરોમાં ગીચ ફ્લટોની વચ્ચ કે સોસાયટીના કોમન પ્લટમાં ક્યાક એકાદ ઝાડ હોય ને ત્યા કોયલ બેઠી પણ હોય. છતાં, એ તરફ પથ્ર ફેક્ય પછી, તે આડોઅવળો જાય તો? ‘રે પંખીની ઉપર પથરો ફેકતા ફેકી દીધો’ જેવી સિચ્યએશન જરા જુદી રીતે સર્જાય, કોયલની ચીસો તેના ઠેકાણે રહે અને પથ્ર ફેકનારે ખુલાસા કરવાનો વારો આવે. (લેખક જાણીતા પત્રકાર, સાહિત્કાર, વિવેચક અને હાસ્કાર છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com ઉરવીશ ક ઠારી બા ભસતી ક લ

RkJQdWJsaXNoZXIy NjI0NDE=