Gujarat Times

ઓગસ્ટ 1, 2025 (July 26 - August 1, 2025) S20 નવલિકા “ધારેલું કોઈનું ક્યા કદી થાય છે? અણધાર્ુ થાય તેને જીવન કહેવાય છે.” નિકેતની બહેન ઇશાનાં લગ્ પછી થોડો સમય તો બંને ઘરમાં એક સન્નટો છવાયો હતો. એક જ વ્ક્તની ગેરહાજરી ઘણીવાર જીવનમાં અને ઘરમાં કેવો ખાલીપો સરજી દેતી હોય છે. ઉડતા સમય પંખીની પાંખ કપાઇ ગઇ હોય તેમ સમય ખૂટવાનું નામ જ નહોતો લેતો. દીકરી સાસરે જાય ત્યરે ઘરમાં પથરાતો સુનકાર તો અનુભવે જ સમજાય. ઘરની રોનક જાણે ચાલી ગઇ હતી. સુલભાબહેનની સાથે નીતાબહેન પણ વારેવારે ભીની થતી આંખો લૂછતાં રહેતાં. ઇશાની વિદાયના વાતાવરણની ઉદાસી બંને ઘરમાં દિવસો સુધી પથરાઇ ગયેલી. નાનકડાં ઇતિ અને અનિકેત પણ અણોહરા થઇને ફર્યા કરતાં હતાં. ઇતિએ તો ત્યરે જ મનોમન નક્ક કરી નાખ્યુ હતું કે, પોતે કદી સાસરે જાશે જ નહિ. મમ્મ ગમે તેટલું કહે તો પણ નહિ જ જાય. અને છતાં ઇતિ સાસરે આવી જ ને? એકદમ અચાનક આવી, ખૂબ ઝડપથી આવી. એને પોતાને યે ન સમજાય એવી રીતે આવી. જોકે સાસરે સાસુ તો નહોતા. કોઇ દુ:ખ પણ ક્યા હતું? નાનપણમાં કલ્ના કરીને ડરતી હતી તેવું ખરાબ સાસરું પણ ક્યા હતું? બધું સારું જ હતું. સ્વભાવિક રીતે જ બધું નવું હતું. નવું વાતાવરણ, નવો સાથીદાર, નવું શહેર અને નવી જિંદગી. અરૂપનો પ્રમ હતો. પોતાના ઘરની એ રાણી હતી. “મારી ઇતિ રાણી” કહેતા અરૂપ થાકતો નહિ. સુખી થવાના સાધનોની કોઈ કમી નહોતી. અને છતાં કદીક કશુંક ખૂટતું હોવાની લાગણી મનમાં જાગતી રહી હતી. પણ ઇતિએ એ લાગણીઓને કદી દાદ દીધી જ નહોતી. સતત સદંતર ઉપેક્ષ થવાથી સઘળી સંવેદનાઓ ભીતરના કોઈ અજ્ઞત ખૂણે જાણે દફનાવાઇ ગઈ હતી. અતીતના કદી ન વિસરાયેલા ચહેરા, નામ મનની ધરતીમાં ઊંડે ઊંડે ધરબાઇ ગયા હતા. શરૂઆતમાં ઇતિને સાસરે કશો અભાવ લાગતો હોય તો તે દરિયાનો. નાનપણથી દરિયાકિનારે ઉછરેલી ઇતિને દરિયા સાથે એક આત્મીતા સ્પાઇ ગયેલી. દરિયા વિના તેને અતડું લાગતું હતું. પરંતુ પછી તો એના વિના પણ રહેવાની આદત પડી ગઇ. અનિકેત જેવા અનિકેત વિના પણ તે આટલા વરસો રહી જ ને? તો પછી દરિયાની શી વિસાત? જોકે હવે તો છેલ્લા પાંચ વરસથી તેઓ ફરીથી દરિયાના સાન્નધ્માં આવી શક્ય હતાં. એ દિવસે ઇતિ કેવી છલકી ઉઠી હતી. તે બોલી ઊઠી હતી. ‘અરૂપ, હવે આપણે રોજ સાંજે દરિયે આવીશું હો.’ પહેલીવાર અરૂપ સાથે કેટલી હોંશથી, છલકતા ઉત્સહથી ઇતિ દરિયે ગઇ હતી. ભીની રેતીમાં બેસીને આટલા વરસે પણ તેને ઘર બનાવવાની ઇચ્છ જાગી હતી. પણ અરૂપને એવી બાલીશતા ન જ ગમે. તેટલું તો તે જાણી જ શકી હતી. પરંતુ એ વાત અરૂપને કહ્ય સિવાય તે રહી શકી નહીં. તે અને અનિકેત રેતીમાં કેવી રીતે ઘર બનાવતા. પછી તે ઘર મોજામાં કેવા તણાઇ જતા. તે બધી વાત કરતાં ઇતિના હૈયામાં અને આંખોમાં એક અનેરી ચમક ઉભરી આવી હતી. વીતેલા દિવસોની મીઠી યાદ અને ડૂબતા સૂરજની લાલિમા તેના ચહેરા પર છવાઇ હતી. અરૂપે મૌન બની તે વાતો સાંભળી હતી. કોઇ પ્રતભાવ આપ્ય સિવાય. થોડીવારે બોલી ઉઠ્ય હતો. બસ, હવે એ બધી લપ છોડ. ચાલ, આપણે નીકળીએ. બોર થઇ ગયા. દરિયે વળી બોર કેવી રીતે થવાય? એ ઇતિને કેમે ય સમજાય એમ નહોતું. પરાણે ઊભી થતા તે બોલ્ય સિવાય રહી ન શકી. ‘આપણે રોજ નહિ તો યે દર રવિવારે તો દરિયે આવીશું ને?’ ઇતિનાં અવાજમાં ઉત્સહ છલકાતો હતો. પણ અરૂપે કોઈ જવાબ આપ્ય નહોતો. ઇતિની લાખ ઈચ્છ છતાં રવિવારે દરિયે આવવાનું શક્ બનતું નહીં. કેમકે દર રવિવારે અરૂપનો કોઇને કોઇ કાર્ક્રમ ગોઠવાઇ જ ગયો હોય. ક્યરેક પિકચર. ક્યરેક કલબ, કોઇ પાર્ટ કે પછી કોઇ મિત્રને ઘેર. ક્યરેક લોંગ ડ્રઇવ પર જવાનું અરૂપને મન થતું. ઇતિ દરિયાનું કહે તો તરત. ‘અરે, એનું એ પાણી. એમાં રોજ નવું શું હોય? કેટલી રેતી ઊડતી હોય છે. બસ, બેન્ કે રેતી પર ખાલી બેસી રહો. મને તો રોજ એક જ જગ્યએ જવાનો કંટાળો આવે. કોઇ ગ્લમર વિનાનો ફિક્ક દરિયો. પાણી જોઇ જોઇને માણસ કેટલીવાર જોઇ શકે?’ ઇતિ કહી ન શકી કે ના, ખાલી બેસી રહેવાનું નથી હોતું. દરિયાના ઘૂઘવતાં, ઉછળતા મોજાં તેને કેટલી બધી વાતો કરે છે! સાંજે દરિયામાં સંતાતા સૂરજદાદા તેને હસીને આવજો કરે છે. ભીની રેતીમાં તો કેટલા ઘરો બને... પાણીમાં પગ બોળાય અને અસ્તત્ આખું કેવું ઝળહળ થઇ જાય. મન ભર્ુ ભર્ુ થઇ જાય. આ કંઇ ખાલી બેન્ પર બેસી રહેવાની વાત થોડી છે? પરંતુ આવું બધું અરૂપને તો ગાંડા જેવું જ લાગે. અને અરૂપને ન ગમે એવું કરવાનું મન ઇતિને નહોતું થતું. તેથી તે મૌન બની જતી. જોકે પછી ઇતિનો વિલાઇ ગયેલ ચહેરો જોઇ અરૂપ તુરત કહેતો, ‘ઓકે.. આવતા રવિવારે ચોક્સ દરિયે જશું બસ.... ખુશ?’ અને ઇતિને ખુશ થતાં ક્યા વાર લાગતી હતી? તેની સરળતા તેને વધારે અપસેટ થવા નહોતી દેતી. અરૂપને ગમતું બધું કરવા તે તત્ર બની જતી. જોકે પછી પેલો રવિવાર જલદીથી આવતો નહીં એ અલગ વાત હતી. સંજોગો જ એવા આવતા રહેતા કે દરિયે જવાનો કાર્ક્રમ જલદી બની શકતો નહીં. બાકી શૈશવના તે દિવસોમાં તો... વરસોથી રવિવારની સાંજ દરિયાકિનારે સાથે ગાળવાનો ઇતિ અને અનિકેતના કુટુંબનો વણલખ્ય નિયમ બની ગયો હતો. જમવાનું પણ ત્યા જ. ઘેરથી કેટલું બધું બનાવીને લઇ જવાનું. રવિવાર એટલે પિકનિક, આખો દિવસ મોજ મસ્ત, ધમાલ. એક નિરભેળ આનંદ. રવિવારની સાંજે પશવિમ ક્ષિતજે ગુલાલના છાંટણા વેરીને સૂરજ મહારાજ દરિયામાં અંતિમ ડૂબકી મારી રહ્ય હોય, બંનેના માતા-પિતા વાતોમાં ડૂબેલા હોય અને બંને બાળકો. ઇતિ અને અનિકેત ભીની રેતીમાં ઘર બનાવવાના મહાન કાર્માં મશગૂલ હોય. જો કે ઘર બનાવવાનું કામ તો ઇતિ જ કરતી. અનિકેત તો બાજુમાં બેઠો બેઠો નિરીક્ણ કરે અને સલાહ સૂચન આપવાનું કામ કર્યા કરે. ઇતિ હોંશે હોંશે એ સૂચનોનો અમલ કરતી રહે. આમ પણ ઇતિનો તો સ્ભાવ જ એવો. ખાસ કોઇ આગ્રહ વિનાનો. બધાની બધી વાતનો સ્વકાર. શંખલા, જાતજાતના છીપલાંઓની હાર વડે ભીની રેતીમાં ઇતિ ઘરની અંદર કેટલાયે ઓરડાઓ બનાવે. ‘અનિ, આ તારો રૂમ. બાજુમાં આ મારો રૂમ. અહીં આપણે રમવાનું અને આ આપણુ કિચન, આ આપણી અગાશી... આ......’ ઇતિ ઉત્સહથી અવિરત બોલ્ય જતી. અચાનક અનિકેત કહેતો, ‘ના, ઇતિ, અહીં આ સારું નથી લાગતું.’ અને મહામહેનતે બનાવેલ એ ઘર એક પળના યે વિલંબ વિના વિખેરાઇ જાય અને અનિકેતની સૂચના પ્માણે ઇતિ નવેસરથી ઘર બનાવવામાં વ્સ્ બની જાય. કલ્નાની પાંખે બાળવિશ્માં એક રંગીન દુનિયા રચાતી રહે. ક્યરેક બંનેને સંતોષ થાય તેવું ઘર બની રહે ત્યા દરિયાનું કોઇ મોટું મોજુ ઊછળતું આવીને એક ક્ણમાં ઘરને તાણી જાય. ઇતિ, અનિકેત જોઇ રહે અને દુ:ખી થવાને બદલે બંનેના નિરભેળ હાસ્થી દરિયાની આથમતી સાંજમાં એક ઉજાસ પ્ગટી રહે. ફરીથી થોડે દૂર નવું ઘર બનાવવાની મથામણો ચાલુ. કોઇ ફરિયાદ વિના, કોઇ વિષાદ વિના. દરેક વખતે એમાં કલ્નાના અવનવા રંગો ઉમેરાતા રહે. આથમતો સૂર્ બંને બાળકો પર એક હેતભરી નજર નાખી, પશવિમ આકાશમાં સાંધ્રંગોની કટોરી ઢોળી બીજે દિવસે આવવાનો વાયદો કરી ધીમેથી પાણીમાં અંતિમ ડૂબકી મારી અદ્રશ્ બની જાય. આવી તો અગણિત રવિવારની સાંજ... ઘૂઘવતા દરિયાના મોજાં... અને ડૂબતા સૂરજની સાક્ષ … ! ક્યરેક ઇતિ કહેશે, ‘અનિ, તું યે અહીં મારી બાજુમાં બીજું ઘર બનાવ ને..’ નાનકડો અનિકેત તરત કહે, ‘ના, હું શું કામ જુદુ ઘર બનાવું? હું તો તારા ઘરમાં જ રહીશ.’ પણ એ દિવસ કદી આવ્ય જ નહીં. કાળદેવતાને આ બાળકો પર કદાચ વહાલ તો ઉપજતું હશે. પરંતુ તેણે તો તેના હિસાબ કિતાબ સાક્ષભાવે જ પતાવવાનાં રહ્યને? અને તેના હિસાબ કિતાબ ક્યરેય કોઇને સમજાયા છે ખરા? દિવસો હરખભેર દોડયે જતા હતા. બંનેની અંદર વહેતી સ્નહની સરવાણી તેમની પણ જાણ બહાર અલગ અલગ રંગ રૂપ ધારણ કરતી જતી હતી. બંનેની મસ્ત, દોસ્ત એક નવી ઉંચાઇ સાથે નિખરતી રહેતી. તેમનું શૈશવ સાથે વીત્યુ અને કિશોરાવસ્થ પણ સાથે જ. સ્કૂલે સાથે આવવા જવાનો ક્રમ ક્યરેય તૂટ્ય નહીં. અનિકેત સાથે હોય એટલે ઇતિના મમ્મ, પપ્પને કોઇ ચિંતા હોય જ નહીં. સામાન્ રીતે અનિકેત સ્કૂલમાં ઓછાબોલો અને શાંત ગણાતો હતો. પરંતુ તે દિવસે સાવ નાની વાતમાં તે મલય સાથે ઉશ્કરાઇને ઝગડી પડ્ય. વાત બોલાચાલીથી થઇ હતી અને જો શિક્ક સમયસર વચ્ચ પડ્ય ન હોત તો કદાચ મારામારી સુધી પહોંચી જાત. આજે મલય અનિકેતના હાથનો માર ચોક્સ ખાત. ઇતિ માટે અનિકેતનું આ સ્રૂપ બહું નવું, આશ્ચર્જનક હતું. તેને સમજાયું નહીં આજે આવી નાની વાતમાં અનિકેત આમ ઉશ્કરાઇ કેમ ગયો? વાત બહું મોટી પણ ક્યા હતી? દસ વરસના ઇતિ અને અનિકેત પાંચમા ધોરણમાં ભણતા હતા. તેમની સ્કૂલમાં ટીખળી છોકરાઓ અવારનવાર છોકરીઓની મસ્ત કરતા રહેતા અને છોકરીઓ સામાન્ રીતે તેને હસવામાં ટાળી દેતી. અવારનવાર આવું ચાલતું રહેતું. આજે મલયે ઇતિની મશ્રી કરી ત્યરે અનિકેત ત્યા જ હતો અને બસ! અનિકેતનો પારો સાતમા આસમાને. ઇતિના લાખ વારવા છતાં અનિકેત કંઇ સાંભળવા તૈયાર જ ક્યા હતો? સાંજે સ્કૂલ પૂરી થયા બાદ સાથે ઘેર જતી વખતે ઇતિએ અનિકેતને પૂછયું પણ ખરું. ‘અનિ, આજે કેમ આટલો બધો?’ અનિકેત મૌન રહ્ય. જવાબ આપ્ય સિવાય તેણે એક નજર ઇતિ સામે નાખી. ઇતિએ હવે આગળ પૂછવાનું માંડી વાળ્યુ અને વાત ત્યા પૂરી થઇ હતી. પણ તે દિવસ પછી ઇતિની મસ્ત કરવાનું છોકરાઓ ભૂલી ગયા હતા. જોકે અનિકેતનું નામ ઇતિના બોડીગાર્ તરીકે પડી ગયું હતું. એ અલગ વાત હતી. પરંતુ અનિકેતને એવી પરવા ક્યા હતી? સમૃતિઓના પતંગિયા ફરફર કરતાં ઊડી રહ્ય હતા. ઇતિની નજર સામે એક પછી એક દ્રશ્ય જાણે ઊઘડતા જતાં હતાં. જાણે આજે જ આ ક્ણે બધું બની રહ્યુ હતું. ક્યા છે ઇતિનો એ બોડીગાર્ આજે? કાળની કઇ ગુફામાં ખોવાઇ ગયો? એ બોડીગાર્નું નામ અરૂપ કેમ કરતા, ક્યરે થઇ ગયું? ઇતિની જિંદગીમાંથી અનિકેત ક્યા, ક્યરે, કેવી રીતે ગુમ થઇ ગયો? કોણ જવાબ આપે ઇતિને? કાળ કરવટ લે છે ત્યરે સમય નથી બદલાતો … . બદલાય છે જીવન … . ઇતિનું પણ જીવન બદલાયું હતું. સાવ અણધાર્ુ બદલાયું હતું. અનિકેતની જગ્યએ અરૂપ કેવી આસાનીથી ગોઠવાઈ ગયો હતો. અનિકેત ક્યા અંધારા ખૂણામાં હડસેલાઈ ગયો હતો? કેવી રમત માંડી હતી કાળદેવતાએ? (ક્રમશ:) (લેખિકા અમેરિકા સ્થત સાહિત્કાર છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com અ ઇતિનો બોડીગાર્ પ્રકરણ ઃ ૫ નીલમ દોશી

RkJQdWJsaXNoZXIy NjI0NDE=