Gujarat Times

હાસ્ય - ક્રોસવર્ ઓગસ્ટ 1, 2025 (July 26 - August 1, 2025) S17 માન્ય રીતે સામે મળનારને ‘કેવાં છે તબિ તપાણી?’ પૂછવાનો રિવાજ છે. ચોમાસામાં ‘તબિ તપાણી’ની જગ્યા ‘વરસાદપાણી’ લઈ શકે. પરંતુ છેલ્લા થોડા વખતથી વરસાદમાં ગરવી ગુજરાતના જે (બે)હાલ થા છે, તે જોતાં ‘વરસાદપાણી’નું સ્થન ‘સડકપાણી’ કે ‘ભૂવાપાણી’ લે તો નવાઈ ન લાગે. જેમ કે, ‘કેવાં છે વરસાદપાણી?’ ‘એ તો જોરદાર છે, પણ એનાથી જોરદાર સડકપાણી ને ભૂવાપાણી છે. એકે સડક બાકી રહી નથી ને કેટલા ના ઘરમાં તો બસ પાણી પાણી છે.’ એવી રીતે, ભૂતપૂર્ સંસ્કરી નગરી અને વર્માન મગરનગરી વડોદરાનું કોઈ મળે તો તેને ‘ભૂવાપાણી’ને બદલે ‘કેવાં છે મગરપાણી?’ એવું પણ પૂછી શકા . ક્યારેક લોકો કહે છે કે, આ વર્ષે વરસાદે ગુજરાતમાં બહુ તારાજી કરી. ત્યારે સરકાર આશ્વસન લઈ શકે કે તારાજી માટે દો નો આખો ટોપલો વધારે પડતા વરસાદ પર ઢોળી શકા એમ છે. બાકી, શાસકો એટલા સક્ષમ છે કે અડધા ઇંચ વરસાદમાં પણ ગુજરાતનાં શહેરોના રસ્ત પાણી પાણી થઈ જા . તેનાથી નેતાઓને, બાબુઓને અને કોનટ્રક્રોને તો જરા બીક નથી લાગતી. નેતાઓને બીક નથી લાગતી, કારણ કે, પ્રજા મત આપતી વખતે આ બધું ાદ નથી રાખતી એની તેમની ખાતરી છે. બાબુઓને બીક નથી લાગતી, કારણ કે, તેમને ચૂંટણી લડવાની નથી અને કોનટ્રક્રોને બીક નથી લાગતી, કારણ કે, તેમને ગુણવત્તના નહીં, પણ (રૂપ ાની) ગુણના જોરે કોનટ્રક્ મળતા હો છે. કેટલાંક રસિકજનો માને છે કે, પહેલી વાર રસ્ત બનાવવામાં અને ચોમાસા પછી રસ્તનું સમારકામ કરાવવામાં દર વર્ષે કરોડો રૂપ ાનો ભ્રષ્ટચાર થા છે, તેની શરમ નેતાઓ-બાબુઓ-કોનટ્રક્રોને ભલે ન લાગે, પણ રસ્તને પોતાને લાગે છે એટલે, વરસાદમાં તે શરમથી પાણી પાણી થઈ જા છે. અત્યાર સુધી લોકો રસ્તમાં પડી જતા ભૂવા (ખાડા) ની બૂમો પાડતા હતા, પણ આ વખતની વરસાદી રસ્તની તસવીરો, સરકારશ્રએ લોકોની ફર ાદો કાને ધરી હો એવું ચોખ્ખુ દેખા છે. કદાચ એટલે જ, ઘણા ઠેકાણે રસ્ત બેસી જવાને બદલે, તેના પોપડા ઉપસી આવ્યા છે અને સડક પર ટેકરીઓ રચાઈ છે. કોઈ સારો ફિલ્ ડા રેક્ર હો અને ટેબલટોપ ફોટોગ્રફી બરાબર જાણતો હો તો રસ્તના આટલા હિસ્સને મોટો (એન્લાર્) કરીને, કોઈ જોરદાર એક્ન ફિલ્ના લોકેશન તરીકે વાપરી શકે - ક્યાંક બેસી ગે લો રસ્ત, ક્યાંક ઉપસી આવેલો રસ્ત, ક્યાંક ગોબો, તો ક્યાંક બેસી ગે લો આખો પટ્ટ. એટલું કબૂલવું જોઈએ કે, એકધારા, બોરિંગ અને કાળાધબ્ દેખાતા રસ્તમાં વહીવટી તંત્રની કળાદૃષ્ટને કારણે આશ્ચર્ચકિત થઈ જવા એટલું વૈવિધ્ય જોવા મળે છે. રસ્તના તે ભાગોના સારા ફોટા પાડીને, તેમને ફ્રમ કરીને પ્રદર્શિત કરવામાં આવે, તો મોડર્ આર્ના ક્ષેત્રે નવતર પ્રદાનની સંભાવના રહે છે. રોજિંદી અવરજવરના રસ્ત પર ઠેરઠેર આકાર પામેલી રચનાઓને કળાનો દરજ્જ આપી દેવાથી, તે રસ્ત કા મ આવતા જતા લોકોની કળાદૃષ્ટ પણ ખીલે, તે વધારાનો ફા દો છે. જેમને હજુ સુધી ન સમજાું હો તેમને શુદ્ધ ગુજરાતીમાં કહેવું જોઈએ કે, તૂટેલા રસ્તની ફર ાદ કરવી તે રાષ્ટ્રરોધી કૃત્ય છે કારણ કે, તેનાથી આપણી સરકાર ભીંસમાં આવે છે, જે જોઈને પાકિસ્તન રાજી થા છે. ખરાબ રસ્તની એક વિડી ોને ગુજરાતની ગણાવીને, તેને સોશ લ મીડ ા પર શેર કરનાર એક વ્યક્ત સામે ગુજરાતના ઉત્સહી ગૃહમંત્રીએ કડકાઈ દાખવી હતી અને તેની સામે પોલીસ કાર્વાહી કરે, એવું જાહેરમાં (ટ્વટર પર) લખ્યું હતું. તેમને લાગ્યું હતું કે, એવી ખોટી વિડી ો શેર કરવાથી ગુજરાતની બદનામી થા છે. હવે સોશ લ મીડ ામાં આવતી અને છાપાંમાં છપાતી ગુજરાતના રસ્તની અઢળક, સાચી તસવીરો જોઈને, ગુજરાતની આબરૂની ચિંતા કરનારા ગૃહમંત્રીના કોમળ હૃદ પર શી વીતતી હશે, તેની કલ્ના કરવી રહી. રસ્ત કરતાં વધારે ટુકડા તો તેમના હૃદ ના થતા હશે. ‘સ્ટચ્યુ ઓફ ુનિટી’ તરફ જતા રોડની હાલત આઝાદી પહેલાંના ભારતના નકશા જેવી થઈ જા , ત્યારે લોકોને ખ્યાલ આવવો જોઈએ કે’ સ્ટચ્યુ ઓફ ુનિટી’ કરતાં વધારે પ્રાથમિકતા વરસાદમાં પણ જેમની ુનિટી-એકતા અને અખંડિતતા-જળવાઈ રહે એવા રસ્તની છે. અત્યારે ખરું આવું કંઈ પણ થા ત્યારે મુખ્યમંત્રી તરીકે નરેનદ્ર મોદીની ગેરહાજરી બહુ સાલે છે. એ હોત તો તેમણે વરસાદ ગ્સ્ વિસ્તરોની હેલિકોપ્ર મુલાકાત લઈને, પહેલા પાને પોતાનો ફોટોને અંદર પૂરગ્સ્ વિસ્તરનો હવાઈ ફોટો છાપીને તેને વહેતો કરી દીધો હોત. કમળના સિક્ક અને પોતાનાં ચિત્રોની છાપ ધરાવતી રાહત સામગ્ર તૈ ાર કરાવી હોત. વડોદરાના એકાદ મગર સાથે (દૂરથી જ) સેલ્ફ લઈને, વડનગરવાળા મગર સાથેનું તેનું સગપણ પણ કાઢ્ય હોત. તે પાણીમાં ડૂબેલા કોઈ વિસ્તરમાં ગ ા હોત તો એ વિસ્તરની અનેક એન્લથી લેવાે લી કેટલી બધી રીલો સોશ લ મીડ ામાં ફરતી થઈ જાત અને તે જોઈને લોકોને પણ પ્રેરણા મળત, વરસાદમાં રાહતકામ કરવાની નહીં, રીલો બનાવવાની. તેમણે બે- ચાર ઉદ્બધનો કરી નાખ્યાં હોત. એકાદમાં તે ગળગળા થઈ ગ ા હોત, બાકીમાં કેનદ્ર સરકારની નિષ્રિ તાની આકરા શબ્દમાં ટીકા કરી હોત અને કહ્ય હોત કે ‘આખું તંત્ર ભ્રષ્ટચારથી ખદબદી ગું છે. હું વડાપ્રધાન બનીશ તો સો દિવસમાં જ..... નહીં તો મને ચોકમાં ફાંસીએ લટકાવજો...’ ખરેખર, અસરકારક નેતાગીરી હો તો ફરક તો પડે જ, શાસનમાં નહીં, મનોરંજનમાં સહી. (લેખક જાણીતા પત્રકાર, સાહિત્યકાર, વિવેચક અને હાસ્યકાર છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com ઉરવીશ ક ઠારી સા રસ્તના હાલ ખસ્ત

RkJQdWJsaXNoZXIy NjI0NDE=