Gujarat Times

હાસ્ય - ક્રોસવર્ થાળું વાંચીને કેટલાંક વાચકો માથું ખંજવાળે તો નવાઈ નહીં, કારણ કે, માથાના ખોડા ઉપરાંત આશ્ચર્, આઘાત, ગુંચવણ, સવાલ, વિચાર જેવાં ઘણાં કારણસર માણસ માથું ખંજવાળી શકે છે. વિચારકો ગાલ પર આંગળીઓ રાખીને પડાવેલા ફોટા મુકે છે, તેને બદલે તેમના લખાણ સાથે (પોતાનું) માથું ખંજવાળતા ફોટા મુકતા હોત તો વિચારક તરીકેની તેમનો વધારે પ્રભાવ પડત. ચિબુક પર હાથ મુકીને વિચારતા માણસનું શિલ્ જગવિખ્યત છે, પણ માથું ખંજવાળતા માણસનું શિલ્ બનાવ્યુ હોત તો તે વધારે અર્ઘન બની રહેત અથવા લિઓનારદો દ વિન્ચએ સ્મત કરતી મોનાલીસાને બદલે એવા જ સ્મત સાથે માથું ખંજવાળતી મોનાલીસાનું ચિત્ર બનાવ્યુ હોત, તો ચિત્રના રહસ્માં અનેક ગણો વધારો થઈ ગયો ન હોત? ‘મોનાલીસાના માથામાં જુઓ પડી છે, એટલે તે માથું ખંજવાળે છે’ એવા શુષ્ અર્ઘટનથી લઈને ‘મોનાલીસા પોતે કેમ સ્મત કરી રહી છે એ વિચારે, સ્વંલીલાથી જ રહસ્યાદોલિત થઈને, ચિત્તના ગૂઢ વ્યપારોમાં નિમગ્ બનીને માથું ખંજવાળી રહી છે’ એવા વિવેચનને પણ અવકાશ રહેત. એટીકેટ એટલે કે રીતભાતના ચુસ્ નિયમો પ્રમાણે માથું ખંજવાળવું એ અસભ્ કરિયા ગણાય છે. કોઈની હાજરીમાં, કોઈની સામે માથું ખંજવાળવાથી જોનાર ખંજવાળનારનાં માથા વિશે જ નહીં, તેની અંદર રહેલા પદાર્ વિશે પણ શંકાકુશંકાઓ કરી શકે છે. ખરી કમાલ તો ત્યરે થાય, જ્યરે સામેવાળાએ માથું કેમ ખંજવાળ્યુ, એ વિચારતાં વિચારતાં ખુદ જોનાર પોતે જ પોતાનું માથું ખંજવાળવા બેસી જાય. કેમ કે, માથાના ખોડા કે જુ સિવાયનાં કારણે માથું ખંજવાળવું એ મહદ્ અંશે અનૈચ્છક અને લગભગ રિફ્લક્ એક્નની જેમ થતી પ્રતિકરિયા છે. કંઈક સમજવામાં ગુંચ પડી નથી ને માથામાં હાથ ગયો નથી. એ ચેષ્ટ એવી છે કે ભ્રષ્ટચારની જેમ તેનું આચરણ લગભગ દરેક જણ દ્વરા થાય છે. છતાં દરેક જણ ઇચ્છ છે કે બીજાએ તે ન કરવું જોઈએ. પોતાના માટે જે જરૂરિયાત કે મજબૂરી લાગતી હોય, તે બીજા કરે ત્યરે અનિષ્ લાગે, તે માનવપ્રકૃતિની કમાલ છે. સમાજમાં ગૌરવ ઘેન વ્યપે ત્યરે શરમ અને ગૌરવ, અસલામતી અને દાદાગીરી એવી બે વિરોધાભાસી લાગણીઓ સમાંતરે ચાલે છે. મોટા ભાગના લોકોને અત્યર સુધીમાં તેનો અનુભવ થઈ ચૂક્ય હશે. એ જ તરાહ પર, માથું ખંજવાળવાને કારણે ટીકાને પાત્ર બનેલા લોકો નવા મેળવેલા ગૌરવભાન પછી કહી શકે છે, ‘અમારું માથું. અમારો હાથ, અમારો દેશ અને અમે ખંજવાળીએ, તેમાં તમારે શા માટે મોં મચકોડવું જોઈએ? માથું છે તો ખંજવાળીએ પણ ખરા. જેમને જાહેરમાં માથું ખંજવાળનારા ન ગમતા હોય તેમણે દેશ છોડીને જતા રહેવું જોઈએ.’ શરીર શાસત્ર પ્રમાણે માથું અને કરોડરજ્જ સંકળાયેલાં હોય છે, પરંતુ જાહેર જીવનમાં એવું બનવું અનિવાર્ નથી એટલે ઘણા માથાવાળા લોકો તેમના માથાની અંદર રહેલો ‘ખોડો’ જાહેરમાં (લેખો કે ભાષણો દ્વરા) ઉડાડે ત્યરે સમજુ જણ વિચારે છે કે, આ માથું હોવાની નહીં, કરોડરજ્જ નહીં હોવાની નિશાની વધારે લાગે છે. સભ્તા તો જાહેરમાં માથું ખંજવાળવાની જ ના પાડે છે. છતાં, જાહેરમાં માથું ખંજવાળના કેટલાંક પ્રકારોમાં પહેલો પ્રકાર સભ્તાપૂર્ક ખંજવાળવાનો છે. તેમાં માણસ પોતાનો હાથ માથા નજીક લઈ જાય છે અને હથેળી માથા પર પસવારતો હોય એવો અભિનય કરતાં, જોનારની નજર ચુકાવીને હળવેકથી ખંજવાળી લે છે. તેનાથી સામેવાળાના મનમાં ભ્રમ પેદા થાય છે. દરમિયાન, સલુકાઈથી માથું ખંજવાળી લેનારે હાથ સામાન્ સ્થિતમાં લાવી દીધો હોય છે. બીજા પ્રકારમાં માણસ વિચારવા માટે ખંજવાળતો નથી, પણ ખંજવાળવા માટે વિચારવાનો અભિનય કરે છે. પોતે જાણે ઊંડા વિચારમાં સરી પડ્ય હોય અને વિચારવાની કરિયાના વિસ્તર તરીકે તેના ભાગરૂપે ખંજવાળતો હોય તેમ તેનો હાથ માથામાં લઈ જાય છે અને બિનધાસ્, સભ્તાની ઐસીતૈસી કરીને ખંજવાળે છે. પણ એ વખતે ચહેરા પર તે ખંજવાળતા નહીં, વિચારવાનાં ભાવ રાખે છે. તેનાથી જોનારને લાગે છે કે આમ તો આ જણ જાહેરમાં ખંજવાળે નહીં, પણ મુદ્દ જ એવો છે કે વિચાર-વિચારમાં તેમણે ખંજવાળી લીધું હશે. ત્રીજા પ્રકારમાં કળા ઓછી ને જોશ વધારે હોય છે. તેમાં માણસ પહેલાં એકાદ લસરકાથી માથું ખંજવાળવાની શરૂઆત કરે છે. પણ જોતજોતાંમાં આંગળીઓની સંખ્ય, તેમનું આવર્ન અને તેમાં રહેલું જોશ વધતાં જાય છે. થોડીવારમાં તો એવું લાગે છે કે તેમને રોકવામાં નહીં આવે તો તે ખંજવાળીને માથાના વાળને મૂળમાંથી ઉખાડી નાખશે. તેમને ખંજવાળતા જોઈને ક્યરેક સામેવાળાને અસુખ થવા માંડે છે. સાથે એવી બીક પણ લાગે છે કે, સામેવાળાને તેમના માથાથી સંતોષ નહીં થાય, તો ક્યાક મારું માથું ખંજવાળવા ન લાગે. ગમે તેવી એટીકેટની વાતો છતાં, માથું ખંજવાળવું તંદુરસ્ લોકશાહી માટે ઉપકારક છે તેમાં બેમત નથી. સત્તાધીશોની નીતિરીતિઓ સામે માથું નમાવી દેવાને બદલે તેના વિશે મૂંઝવણ અનુભવવી, માથું ખંજવાળવું અને સવાલ પૂછવા એ ચડિયાતો અને યોગ્ વિકલ્ છે. આ રીતે માથું ખંજવાળવું એ કરોડરજ્જની તંદુરસ્ત માટે પણ ફાયદાકારક નીવડી શકે છે. ‘સત્તાધીશોની પીઠ ખંજવાળવાને બદલે પોતાનું માથું ખંજવાળવું એ સાચી દેશભક્ત છે’ આવું કોઈ મહાપુરૂષે કે મહામહિલાએ કહ્ય ન હોય તો એ કહેવાનો સમય પાકી ગયો નથી? (લેખક જાણીતા પત્રકાર, સાહિત્કાર, વિવેચક અને હાસ્કાર છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com ઉરવીશ ક ઠારી મ માથું ખંજવાળવા વિશે ઓક્ટોબર 10, 2025 (October 4 - October 10, 2025) S26

RkJQdWJsaXNoZXIy NjI0NDE=