Gujarat Times
જુલાઈ 11, 2025 (July 5 - July 11, 2025) S17 હાસ્ય - ક્રોસવર્ ડા મતલબ કોકા કોલા’ સૂત્ર પ્રચલિત બન્યુ, ત્યાં સુધી ‘મકાઈ મતલબ દેશી મકાઈ’, એવુ સમીકરણ હતુ. અમેરિકન મકાઈ હાસલ કરવાનુ કામ અમેરિકાના વિઝા મેળવવા કરતા થોડુંક જ ઓછું અઘરુ હતુ. દેશી મકાઈ દતમજન અને ટૂથ પેસ્ની જાહેરખબરો માટે ઉપયોગી હતા. કારણ કે, શેકેલા દેશી મકાઈ ખાવામા સામાન્ રીતે દાતની મજબૂતીની કસોટી થઈ જતી. આડા દિવસે આડેધડ ખર્ચા ને ભ્રષ્ટચાર કરતા બાબુઓની વર્ષે એક વાર ઉપરથી ઓડિટ આવે ત્યરે જે સ્થિત થાય, એવી સ્થિત દેશી મકાઈ સામે દાતની થતી હતી. સામાન્ રીતે નરમ કે સેમી-કઠણ પદારથોથી ટેવાયેલા દાતની સઘળી સુસ્ત શેકેલા દેશી મકાઈ ખખેરી કાઢતા હતા અને દાત સામે અસ્તત્વાદી પ્રશ્ન ઊભા કરતા હતા. શેકેલા મકાઈનો ડોડો ઊર્ફે ભુટ્ટ એકલો ખાવાનો મહિમા હતો અને વડીલો કહેતા હતા કે તે મીઠો લાગે. પણ તે મીઠાશ સ્વદ કરતા, ‘મહેનતનો રોટલો મીઠો લાગે’ એવી કહેણીમા આવતી મીઠાશ જેવી વધારે હતી. આઇસક્રમની કોઠીનુ હેન્લ ેરવીને હાથ રહી ગયા પછી આઇસક્રમનો સ્વદ નહીં, તેની પ્રાપ્ત એ જ આનદનુ કારણ બની રહેતી. એવુ જ કંઈક અશે મકાઈ ખાવાના મામલે લાગતુ. શેકેલા દેશી મકાઈ મુખ્ત્વ ત્રણ પ્રકારના આવતા ઃ કડક, વધુ કડક અને અચાવ્ - ચાવી શકાય નહીં એવા. ઘણા શેકેલા મકાઈના દાણા ચ્યઇંગ ગમની ગરજ સારતા અને તેમને ચાવીને ચાવીને જડબા દુઃખી જાય, છતા તે ચવાતા નહીં. એવી સ્થિતમા પા ભાગનો મકાઈ ખવાયો હોય ને પોણા ભાગનો બાકી હોય, ત્યરે બાકીના દાણાના દર્નમાત્રથી જોનાર પડકાર અનુભવતો હતો. તેને લાગતુ, જાણે મકાઈ વિરૂદ્ધ દાતની બોક્સિંગ મેચમા હજુ તો માડ એક-બે રાઉન્ પૂરા થયા છે. નોક આઉટ રાઉન્ સુધી પહોંચતા સુધીમા ક્યાંક એકાદ દાત તો નીકળી નહીં જાય, એવી ભીતિ મનોમન રહેતી. પણ મકાઈ અધૂરો છોડવામા લોકલાજનો અને દાતની નબળાઈ ઉઘાડી પડી જવાનો ડર હતો. વાધો દાતની આપતતિજનક દશા દેખાઈ જવા કરતા પણ વધારે, ત્યર પછી વરસનારા સલાહ સૂચનોના વરસાદનો હતો. જો કોઈ વડીલનુ ધ્યન પડે કે માણસે દાતની બીકે શેકેલો મકાઈ ખાવાનો દાવ ડીકલેર કર્ય છે, તો તેની પર રણમેદાનમા પૂઠ દેખાડનાર જેવો ફ ટકાર વરસાવવામા આવતો. વડીલોના ઠપકાની શરૂઆત પેઢીગત અભિપ્રાયોથી થતી. ‘આ તમારી સલ્ફેટિયા પેઢી... એક મકાઈ ખાતા હા ી જાય છે. અમારા જમાનામા તો અમે લાકડા ચાવી જતા હતા લાકડા, સમજ પડી?’ દેશી મકાઈ અમિતાભ બચ્ચનના એનગ્ર યગ મેન જેવો રહેતો, જેને જોઈને આપણને મનમા ફ લ્મ ડાયલોગ સભળાય, ‘તુમ્હરે દાતસે મુઝે ક્ય ચબાએંગે? મૈ હી તુમ્હરે દાતો કો ચબા જાઉંગા.’ શેકાયેલા દેશી મકાઈના મોટા હિસ્સ પર પડેલા કાળા, સહેજ બળી જવાના નિશાન અને વચ્ચે વચ્ચે દેખાતા પીળા દાણાનુ સ ોજન તેના પડકારજનક દેખાવમા ઉમેરો કરતુ હતુ, પરતુ મકાઈ ખાનાર કૃતનિશ્ચયી હોવાથી તેને કશુ નડતુ નહીં. અલબત્, શેકેલો મકાઈ ખાવામા કેટલાકને એટીકેટના પ્રશ્ન નડતા. કારણ કે તે ખાવાની રીત એકદમ પ્રાકૃત હતી. ઘણુ ખરુ લોકો શેકેલો મકાઈ સીધો મોઢે માડતા અને એક વડીલનો પ્રયોગ વાપરીને કહીએ તો, ‘બચકાટતા’ એટલે કે બચકા ભરવા લાગતા. આ રીતે મકાઈ પર તૂટી પડેલા માણસનુ દૃશ્ જોનાર માટે બહુ દર્નીય ન હોય તે સમજી શકાય એવુ છે, પણ ખાનાર માટે મકાઈ ખાવાની ક્રિા ‘કળા ખાતર કળા’ નહીં, ‘જીવન ખાતર કળા’ હતી, એટલે તેનુ સૌંદર્શાસત્ર ‘કળા ખાતર કળા’ના માપદડો કરતા જુદુ હોય, તે જોનારે સમજવુ પડતુ અને સાહિત્ની જેમ મકાઈમા પણ તે ઘણાને ન સમજાતુ અથવા મોડું સમજાતુ. શેકેલો મકાઈ ખાવો અને સભ્તા જાળવવી એ હસવુ અને લોટ ાકવા જેવુ હોવા છતા, કેટલાક લોકો તેનો પ્રયાસ કરતા. શેકેલો મકાઈ કાટા-ચમચીથી ખાવાનુ તો શક્ ન બને, પણ તે એક હાથમા મકાઈ પકડીને બીજા હાથના અગુઠાથી તેના દાણા ોલતા હતા અને તે દાણા મોંમા ઓરતા હતા. તે દૃશ્ સભ્ લાગતુ હોવા છતા, હકીકત એ છે કે, તેમા શેકેલો મકાઈ ખાવાના આનદનો લોપ થઈ જતો હશે, એવી પાકી શકા રહેતી. એટીકેટગ્સ્ માણસ એવુ કબૂલવાને બદલે હસતુ મોં રાખીને તેમને બહુ મઝા આવી રહી છે એવુ દર્શાવતા, પણ મકાઈના આખા ડોડામાથી બચકું ભર્યા પછી ખાનારના ચહેરા પર જોવા મળતી તૃપ્તની લાગણી દાણા ોલવાની ક્રિામાથી ગેરહાજર લાગતી. કેટલાક પર્યાવરણવાળા ભલે માને કે અમેરિકન મકાઈના આક્મણને લીધે દેશી મકાઈ હવે દુર્ભ બની ગયા છે. હકીકતમા, દેશી મકાઈ બજારમાથી ધીમે ધીમે અદૃશ્ થયાનુ કારણ આગળ જણાવ્ય પ્રમાણેનુ હોય એવી સભાવના વધારે છે ઃ લોકોને થતુ હશે કે રૂપિયા પણ ખર્વાના અને દાતની આબરૂ પણ સામે ચાલીને ઓછી કરવાની, આવો ધધો કોણે શીખવાડ્ય? એના કરતા અમેરિકન મકાઈ શુ ખોટો? બાે લો હોય, શેકેલો હોય કે કાચો, એકસરખો જ પોચો લાગે અને ત્રણે સ્રૂપોમા સ્વદ પણ લગભગ સરખો - ગળપણવાળો. એટલે પહેલા જે શેકેલા મકાઈ પર બહુમા બહુ લીંબુ અને મસાલો ઘસવામા આવતા તેને બદલે (કે તેની સાથે) શેકેલા-બાે લા મકાઈ પર ચીઝ છીણાવાની શરૂઆત થઈ. અમદાવાદમા-ગુજરાતમા ઘણી વાનગીઓની કથાના કરૂણ અતની છેલ્લ લીટી આવી જ હશે ઃ ‘પછી તેની પર ચીઝ છીણાવાની શરૂઆત થઈ.’ (લેખક જાણીતા પત્રકાર, સાહિત્કાર, વિવેચક અને હાસ્કાર છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com ઉરવીશ ક ઠારી ‘ઠં શેકેલ મકાઈ ઃ મીઠાશભર્યો પડકાર
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=